કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે 50મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. પોલીસ સંશોધન અને વિકાસ બ્યૂરૉ અને રાષ્ટ્રીય રક્ષાશક્તિ યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમના ઉદઘાટન પ્રસંગે શાહે કહ્યું કે, ‘છેલ્લા પચાસ વર્ષમાં દેશ અને વિશ્વમાં પરિવર્તન આવ્યું છે, જેના કારણે પોલીસનું સ્વરૂપ બદલાયું છે.’ શાહે ઉમેર્યું, ‘છેલ્લા 10 વર્ષ દરમિયાન જમ્મુ-કાશ્મીર, ઉત્તર-પૂર્વ અને નક્સલવાદ જેવા સૌથી હિંસા અસરગ્રસ્ત વિસ્તારોમાં 70 ટકા હિંસા ઓછી કરવામાં સફળતા મળી છે. માદક પદાર્થના દૂષણને ડામવાના પ્રયાસના ભાગરૂપે છેલ્લા 10 વર્ષમાં 5 લાખ 45 હજારથી વધુ માદકપદાર્થો જપ્ત થયા છે.’ તેમણે ઉમેર્યુ કે, ’ગુનાખોરીને ડામવા કેન્દ્ર સરકારે ત્રણ નવા કાયદા અમલમાં મૂક્યા છે.’
Site Admin | નવેમ્બર 19, 2024 3:31 પી એમ(PM) | અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતે 50મા અખિલ ભારતીય પોલીસ વિજ્ઞાન અધિવેશનનું ઉદ્ઘાટન કર્યું હતું
