કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી રાજ્યની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. શ્રી શાહ આજે સાંજેગાંધીનગર સંસદીય મત વિસ્તાર એવા ઘાટલોડીયામાં સ્નેહસંમેલનમાં ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલપણ હાજર રહેશે..આવતીકાલે તેઓગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે ટપાલ ટિકિટોના પ્રદર્શન એવા “ફિલાવિસ્ટા2024”નું ઉદ્ઘાટન કરશે.. ત્યારબાદ તેઓગાંધીનગરના લવાડ સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં 50માઅખિલ ભારતીય પૉલીસ વિજ્ઞાન અધિવેશનમાં ઉપસ્થિત રહેશે. જ્યારે બપોરે શ્રી શાહ સાબરકાંઠાનાહિમ્મતનગરમાં આવેલી સાબર ડેરીના 800 મેડિકલ ક્ષમતા ધરાવતા નવા અત્યાધુનિક પશુ આહારએકમનું ઉદ્ઘાટન કરશે.. આવતીકાલે સાંજે શ્રી શાહ અમદાવાદના શેલા વિસ્તારમાં નવીનીકરણકરાયેલા શેલા ગામ તળાવનું લોકાર્પણ કરશે. ગાંધીનગરના ટપાલ વિભાગ દ્વારા દાંડી કૂટીર ખાતે યોજાનારા “ફિલાવિસ્ટા-2024” પ્રદર્શનનો ઉદ્દેશ ટપાલ ટિકિટો,ટપાલ ઇતિહાસ અને અન્ય ફિલાટેલી સંબંધિત વસ્તુઓના અભ્યાસ અનેસંગ્રહને પ્રોત્સાહીત કરવાનો છે.પ્રદર્શનમાં દુર્લભ અને મૂલ્યવાન ટપાલ ટિકિટો ખરીદી અનેનિહાળવા માટે પ્રદર્શિત કરાશે. બાળકોમાં ફિલાટેલીના શોખનો રસ જગાડવા માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન પણકરાશે. ક્વિઝ, વકતૃત્વ, પત્રલેખન અનેટિકિટ ડિઝાઇનિંગ સ્પર્ધાઓ પણ યોજીને આ કાર્યક્રમને રસપ્રદ બનાવાશે. પ્રદર્શન દરમિયાન એક ખાસ કવરનું પણ વિમોચન કરાશે.
Site Admin | નવેમ્બર 18, 2024 7:06 પી એમ(PM)