કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં મેજર ધ્યાનચંદ નેશનલ સ્ટેડિયમ ખાતેથી એકતા દોડને પ્રસ્થાન કરાવી હતી. 31 ઓક્ટોબર, 1875નાં રોજ જન્મેલા સરદાર વલ્લભભાઇ પટેલની જન્મતિથી પ્રસંગે આ કાર્યક્રમ યોજાયો હતો. આ વખતે 31મી ઑક્ટોબરે દિવાળી હોવાથી આ દોડ આજે યોજાઈ હતી… આ પ્રસંગે ગૃહ મંત્રીએ જણાવ્યું કે, આજે ભારત દરેક ક્ષેત્રમાં અગ્રણી બનવાનાં માર્ગે છે અને વિશ્વ સમક્ષ મજબૂત બનીને ઊભું છે અને તેનો પાયો સરદાર પટેલે નાખ્યો હતો. તેમણે જણાવ્યું કે, એકતા દોડ દેશની એકતા માટેનો માત્ર નિર્ધાર જ નથી, પણ તેવિક્સિત ભારત માટેનો નિર્ધાર બની ગયો છે. સરદાર પટેલનાં પ્રદાનને યાદ કરતા શ્રી શાહે જણાવ્યું કે, સરદાર પટેલે એક સંગઠિત રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે વિવિધ રજવાડાંઓને એક કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ મનસુખ માંડવિયા, મનોહર લાલ, નિત્યાનંદ રાય અને દિલ્હીના ઉપરાજ્યપાલ વી કેસક્સેના પણ ઉપસ્થિત રહ્યા હતા. આ દોડમાં અંદાજે 8 હજાર દોડવીરોએ ભાગ લીધો હતો.આજે ગુજરાત સહિતનાં વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓએ એકતા દોડને પ્રસ્થાન કરાવી હતી.
Site Admin | ઓક્ટોબર 29, 2024 6:52 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નવી દિલ્હીના મેજર ધ્યાનચંદ રાષ્ટ્રીય સ્ટેડિયમ ખાતે “રન ફૉર યુનિટી”ને લીલીઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ
