કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતી કાલે આણંદ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.શ્રી શાહ સવારે આણંદ ખાતે રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડ-NDDBનીસ્થાપનાનાં 60 વર્ષની ઉજવણી અને ત્રિભુવનદાસ પટેલની જન્મજયંતી નિમિત્તે યોજાનાર કાર્યક્રમમાંઉપસ્થિત રહેશે અને નવા ખેડૂતલક્ષી કલ્યાણકારી પ્રોજેક્ટનો શુભારંભ પણ કરાવશે. તેઓ NDDBના આણંદ સ્થિત નવા કેમ્પસનુંઉદ્દઘાટન તથા તેની પેટાકંપનીના વડોદરા અને દિલ્હી સ્થિત પ્લાન્ટનું લોકાર્પણ કરશે.આપ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મત્સ્યપાલન અનેપશુપાલન મંત્રી રાજીવ રંજન સિંહ, રાજ્યકક્ષાના મંત્રીઓ એસ.પી.સિંહબઘેલ અને જ્યોર્જ કુરિયન પણ ઉપસ્થિત રહેશે. બપોરે શ્રીશાહ ગુજરાત વિધાનસભા ગૃહ ખાતે સચિવાલય વિભાગોનાં વિવિધ અધિકારીઓ માટે આયોજિત લેજિસલેટિવડ્રાફ્ટિંગ ટ્રેઇનિંગ પ્રોગ્રામમાં હાજરી આપશે. તેઓ ભારતીય જનતા પાર્ટીનાં ગાંધીનગરનાંનવીન કાર્યાલયનું ખાતમૂહુર્ત કરશે અને મહાત્મા મંદિર ખાતે 14મા અખિલ ભારતીયહોમગાર્ડ અને નાગરિક સુરક્ષા સંમેલનમાં હાજરી આપશે. ત્યારબાદ શ્રી શાહ કડી સર્વવિદ્યાલય કેમ્પસ ખાતે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી યોજનાઓ અંતર્ગત શિષ્યવૃત્તિનુંવિતરણ કરશે.
Site Admin | ઓક્ટોબર 21, 2024 7:18 પી એમ(PM)