કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં નક્સલવાદ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક ચાલી રહી છે. જેમાં આંધ્ર પ્રદેશ, બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, તેલંગાણા, ઓડિશા, મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના મુખ્યમંત્રીઓ ઉપસ્થિત રહ્યા છે. ગૃહમંત્રાલયના જણાવ્યા પ્રમાણે નક્સલવાદ પ્રભાવિત રાજ્યોના વિકાસમાં મદદ માટે જોડાયેલા પાંચ કેન્દ્રિય મંત્રીઓ પણ આ બેઠકમાં હાજર રહ્યા છે.
આ ઉપરાંત રાષ્ટ્રીય સુરક્ષા ઉપ સલાહકાર અને કેન્દ્ર તેમજ રાજ્યો અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોના વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લઈ રહ્યા છે. ગૃહમંત્રાલયે કહ્યું છે કે કેન્દ્ર સરકાર માર્ચ 2026 સુધીમાં નક્સવાદ પ્રેરિત ઉગ્રવાદના જોખમને સંપૂર્ણ રીતે ખતમ કરવા માટે પ્રતિબદ્ધ છે અને નરેન્દ્ર મોદી સરકારની નીતિને કારણે ઉગ્રવાદી હિંસામાં 72 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે વર્ષ 2010ની સરખામણીમાં 2023માં મૃત્યુ આંકમાં 86 ટકાનો ઘટાડો થયો છે.
Site Admin | ઓક્ટોબર 7, 2024 2:26 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં આજે નવી દિલ્હીમાં નક્સલવાદ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે સમીક્ષા બેઠક ચાલી રહી છે
