કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે અમદાવાદના GMDC મેદાન ખાતે વાઇબ્રિન્ટ નવરાત્રી મહોત્સવ 2024નું ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ, પ્રવાસનમંત્રી મુળુ બેરા તેમજ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે. આ ઉદઘાટન સમારોહ દરમિયાન ‘જય માં આદ્યાશક્તિ’ની થીમ પર મલ્ટિમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ અને મહા આરતી યોજાશે. આ ઉપરાંત ચોથીથી ૧૧ ઓક્ટોબર દરમિયાન રાત્રે ૯ વાગ્યાથી પોણા બાર વાગ્યા સુધી રાજ્યના પ્રસિદ્ધ કલાકારો-ગાયકો દ્વારા અનેક કાર્યક્રમો પ્રસ્તુત કરશે.
વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં આવતા મુલાકાતીઓની સંખ્યામાં છેલ્લા બે વર્ષમાં 11 ટકાનો ઉછાળો નોંધાયો છે.
આ ઉપરાંત મહોત્સવમાં થીમ પેવેલિયન, હસ્તકલા બજાર, ફૂડ સ્ટોલ, બાલ નગરી, વિવિધ થીમ આધારીત ગેટ વગેરે જેવા મુખ્ય આકર્ષણો પણ જોવા મળશે.
Site Admin | ઓક્ટોબર 3, 2024 7:48 પી એમ(PM)