ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 14, 2024 8:26 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મધ્યપ્રદેશના તમામ 55 જિલ્લામાં પ્રાઇમ મિનિસ્ટર કૉલેજ ઑફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે આજે ઈન્દોરથી મધ્યપ્રદેશના તમામ 55 જિલ્લામાં પ્રાઇમ મિનિસ્ટર કૉલેજ ઑફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કર્યું.
શ્રી શાહે જણાવ્યું હતું કે ,નવી શિક્ષણ નીતિનો હેતુ માત્ર ભારતીય વિદ્યાર્થીઓને આગામી 25 વર્ષ સુધી વૈશ્વિક સ્તરે સ્પર્ધા કરવા માટે સજ્જ કરવાનો નથી પણ તેમને આપણા સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા અને ભાષાઓ સાથે ફરીથી જોડવાનો છે. ગૃહમંત્રીએ વધુમાં જણાવ્યું કે મધ્યપ્રદેશના તમામ 55 જિલ્લાઓમાં પ્રાઇમ મિનિસ્ટર કૉલેજ ઑફ એક્સેલન્સની સ્થાપના કરવાની પહેલનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ઉત્તમ અને ઉચ્ચ-ગુણવત્તાનું શિક્ષણ આપવાનો છે. શ્રી શાહે નવી શિક્ષણ નીતિનો અમલ કરવા માટે અને તબીબી તેમજ એન્જિનિયરિંગ અભ્યાસ હિન્દીમાં શરૂ કરવા બદલ મધ્યપ્રદેશ સરકારની પ્રશંસા કરી, જેનાથી આર્થિક રીતે વંચિત પરિવારોના બાળકોને ફાયદો થયો છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ડો.મોહન યાદવે પણ ભાગ લીધો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ