આજે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે સાયબર ગુન્હા અટકાવવા માટે સાયબર ફ્રોડ મિટિગેશન સેન્ટર (CFMC) રાષ્ટ્રને સમર્પિત કર્યું- રાજ્યો અને કેન્દ્રીય પોલીસ માટેના ‘સાયબર કમાન્ડો’ કાર્યક્રમનું પણ ઉદ્ઘાટન કર્યું.
આ સેન્ટરમાં વેબ-આધારિત મોડ્યુલ સમન્વય, સાયબર ક્રાઈમ ડેટા રિપોઝીટરી, શેરિંગ, મેપિંગ અને એનાલિટિક્સ માટેનું પ્લેટફોર્મ તેમજ કાયદા અમલીકરણ એજન્સીઓ માટે સંકલન સાધનનો સમાવેશ થાય છે.
ગૃહમંત્રીએ સાયબર સુરક્ષાને વધારવા માટે રાજ્યો અને કેન્દ્રીય પોલીસ સંગઠનોમાં પ્રશિક્ષિત નિષ્ણાતોની પાંખની સ્થાપના કરીને ‘સાયબર કમાન્ડો’ કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું.
શ્રી શાહે, ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર (I4C)ના પ્રથમ સ્થાપના દિવસની ઉજવણીને પણ સંબોધિત કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 2:32 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહમંત્રી