કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે નવી દિલ્હીમાં બ્યુરો ઓફ પોલિસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટનાં 54મા સ્થાપના દિવસની ઉજવણીમાં હાજરી આપશે. આ પ્રસંગે ગૃહ મંત્રી “નવા ગુના કાયદા-નાગરિક કેન્દ્રી સુધારાઓ” વિષય પર ડોક્ટર આનંદ સ્વરૂપ ગુપ્તા સ્મૃતિ વક્તવ્ય આપશે.
શ્રી શાહ વર્ષ 2023 અને 2024 માટે રાષ્ટ્રપતિ પુરસ્કારથી સન્માનિત વિજેતાઓનું સન્માન પણ કરશે. આ કાર્યક્રમમાં ગૃહ મંત્રી નવા ગુના કાયદા અંગે બ્યુરોનાં પ્રકાશન ઇન્ડિયન પોલિસ જર્નલની વિશેષ આવૃત્તિનું વિમોચન પણ કરશે. પોલિસ રિસર્ચ બ્યુરો સંશોધન અને વિકાસ દ્વારા ઉત્કૃષ્ટતા લાવવા પોલિસ માટે થિન્ક ટેન્ક તરીકે કાર્ય કરે છે.
Site Admin | ઓગસ્ટ 27, 2024 2:30 પી એમ(PM) | ગૃહમંત્રી