ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

એપ્રિલ 12, 2025 7:54 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કેન્દ્ર અને મહારાષ્ટ્ર સરકાર શિવાજી મહારાજના રાયગઢ કિલ્લાને યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત તરીકે વિકસાવવા માટે પ્રતિબદ્ધ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે ખાતરી આપી હતી કે કેન્દ્ર સરકાર અને મહારાષ્ટ્ર સરકાર બંને છત્રપતિ શિવાજી મહારાજના ઐતિહાસિક સ્થાન રાયગઢ કિલ્લાને દેશના યુવાનો માટે પ્રેરણાસ્ત્રોત તરીકે વિકસાવવા માટે પ્રતિબદ્ધ છે.
ગૃહમંત્રીએ મહારાષ્ટ્રના રાયગઢ કિલ્લા ખાતે છત્રપતિ શિવાજી મહારાજની ૩૪૫મી પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અને પુષ્પાંજલિ અર્પણ કરતી વખતે આ ટિપ્પણી કરી હતી. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રીને અપીલ કરી હતી કે ધોરણ ૭ થી ૧૨ સુધીના દરેક વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વખત આ પવિત્ર સ્થળની મુલાકાત લે, જેથી તેઓ છત્રપતિ શિવાજી મહારાજના વારસા અને આદર્શો સાથે જોડાઈ શકે.
શ્રી શાહે ભાર મૂક્યો હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શિવાજી મહારાજની શાહી મહોરને આપણા નૌકાદળના પ્રતીક તરીકે અપનાવીને વિશ્વને એક શક્તિશાળી સંદેશ આપ્યો છે. કેન્દ્ર સરકાર મહારાષ્ટ્ર સરકાર સાથે મળીને ૧૨ ઐતિહાસિક કિલ્લાઓને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ તરીકે માન્યતા અપાવવા માટે સક્રિયપણે કામ કરી રહી છે.
આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્યમંત્રીઓ એકનાથ શિંદે અને અજિત પવાર, અને કેન્દ્રીય સહકાર રાજ્યમંત્રી મુરલીધર મોહોલ અને અન્ય લોકો હાજર રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ