કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે, નાગરિકતા સંશોધન કાયદો – CAAથી કોઈ પણ ધર્મની નાગરિકતા ખતમ થતી નથી, પરંતું તેનાથી ભારતમાં શરણ લેનારા શરણાર્થીઓને નાગરિકતાની સાથે સાથે સમ્માન અને ન્યાય મળે છે.
શ્રી શાહે આજે અમદાવાદમાં 188 વિસ્થાપિતોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા હતા. આ સમારોહમાં બોલતાં શ્રી શાહે વોટબેંક અને તુષ્ટિકરણના રાજકારણ માટે, વિસ્થાપિત હિન્દુઓ તેમજ અન્ય લઘુમતીઓની ઉપેક્ષા કરવા બદલ અગાઉની કૉંગ્રેસ સરકારની ટીકા કરી હતી. તેમણે દેશભરમાં સીએએ લાગુ કરવા માટે મોદી સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
આ પૂર્વે ગૃહમંત્રી અમિત આજે અમદાવાદમાં નગર નિગમની એક હજાર કરોડ રૂપિયાથી વધુની વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને ખાતમહૂર્ત કર્યું. શ્રી શાહે સાંજે સાબરમતી વિસ્તારમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતુ.