કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોકરાઝાડમાં કહ્યું: ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર બોડોલૅન્ડ વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.’ કોકરાઝાડ જિલ્લાના ડોટમા ખાતે ઑલ બોડો વિદ્યાર્થી સંઘના 57મા વાર્ષિક સંમેલનમાં મુખ્યઅતિથિ તરીકે સંબોધિત કરતાં તેમણે કહ્યું: ‘કેન્દ્ર સરકાર બોડો સમજૂતીની તમામ ધારાઓને પૂર્ણ કરવા પ્રતિબદ્ધ છે.’ શ્રી શાહે કહ્યું: ‘સમજૂતીની 82 ટકા ધારાઓ પહેલા જ પૂરી કરવામાં આવી છે. જ્યારે બાકીની ધારાઓને બે વર્ષમાં પૂર્ણ કરાશે.’
શ્રી શાહે જાહેરાત કરી કે, દિલ્હીમાં ટૂંક સમયમાં ઉપેન્દ્રનાથ બ્રહ્માની એક પ્રતિમા લગાવવા સિવાય દિલ્હીમાં એક માર્ગનું નામ પણ તેમના નામે રખાશે. ઉપેન્દ્રનાથ બ્રહ્મા એક સામાજિક કાર્યકર્તા હતા અને તેઓ અખિલ બૉડો વિદ્યાર્થી સંઘના અધ્યક્ષ પણ હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી હિમંત બિસ્વા સરમાએ કહ્યું: ‘બોડોલૅન્ડ વિસ્તારમાં હવે શાંતિ કાયમ છે.’ આ ઉપરાંત શ્રી શાહ નવી દિલ્હી પરત જતાં પહેલા આઠ ઉત્તર-પૂર્વ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ગુવાહાટીમાં ઉત્તર-પૂર્વ રાજ્યોમાં નવા ફોજદારી કાયદાઓના અમલીકરણની સમીક્ષા કરશે.
Site Admin | માર્ચ 16, 2025 7:41 પી એમ(PM) | કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે કોકરાઝાડમાં કહ્યું: ‘પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર બોડોલૅન્ડ વિસ્તારના વિકાસ માટે પ્રતિબદ્ધ છે.
