કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં અમદાવાદ ખાતે નાગરિકતા પ્રમાણપત્ર વિતરણ’ કાર્યક્રમ યોજાયો હતો. અમિત શાહે આજે 188 જેટલા શરણાર્થી નાગરિકોને ભારતીય નાગરિકતા પત્ર એનાયત કર્યા હતા.. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં અમદાવાદના ૯૦, મોરબીના ૩૬, સુરેન્દ્રનગરના ૨૦, પાટણના ૧૮, મહેસાણાના ૧૦, રાજકોટના ૬, કચ્છના ૩, વડોદરાના ૩, આણંદના ૨, એમ કુલ ૧૮૮ શરણાર્થીઓએ ભારતીય નાગરિકતા મેળવી હતી..
ભૂતકાળમાં થયેલા અન્યાયનો ઉલ્લેખ કરતા શ્રી શાહે જણાવ્યું કે, ૧૯૪૭થી ૨૦૧૪ સુધી પાકિસ્તાન, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન સહિતના દેશોમાંથી પ્રતાડિત થનાર નાગરિકોને અત્યાર સુધી નાગરિકતા ન આપીને દેશમાં પણ પ્રતાડિત કરાયા. પરંતુ નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી બન્યા બાદ શરણાર્થી નાગરિકોને ન્યાય અને નાગરિકતા બંને મળ્યા છે તેમ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું..