કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ત્રણ દિવસની મુલાકાત માટે આસામ પહોંચશે, જે દરમિયાન તેઓ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે. તેઓ જોરહાટ એરપોર્ટથી ગોલાઘાટ જશે અને ડેરગાંવમાં લચિત બરફૂકન પોલીસ એકેડેમીમાં રાત્રિ રોકાણ કરશે. આવતી કાલે સવારે, મિઝોરમ જતા પહેલા શ્રી શાહ અત્યાધુનિક પોલીસ એકેડેમીનું ઉદ્ઘાટન કરશે. બપોરે 2 વાગ્યે, તેઓ આસામ રાઇફલ્સનાં ઝોખાવસાંગમાં સ્થાનાંતરણ માટે આઇઝોલમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપશે. બાદમાં, તેઓ રાત્રિ રોકાણ માટે ગુવાહાટી પાછા ફરશે. રવિવારે ગૃહ મંત્રી કોકરાઝાર જિલ્લામાં ઓલ બોડો સ્ટુડન્ટ્સ યુનિયનની 57મી વાર્ષિક પરિષદને સંબોધન કરશે.
Site Admin | માર્ચ 14, 2025 1:03 પી એમ(PM) | Amit Shah
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી આસામની ત્રણ દિવસની મુલાકાતે
