ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 14, 2024 1:58 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઇન્દોરમાંથી મધ્યપ્રદેશના 55 જીલ્લાઓના પીએમ કોલેજ ઓફ એક્સેલન્સનો આરંભ કરાવશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ઈન્દોરથી મધ્યપ્રદેશના તમામ 55 જિલ્લામાં પ્રાઇમ મિનિસ્ટર કૉલેજ ઑફ એક્સેલન્સનું ઉદ્ઘાટન કરશે. શ્રી શાહ એક પેડ મા કે નામ અભિયાનમાં પણ ભાગ લેશે.
પીએમ કોલેજ ઓફ એક્સેલન્સ કાર્યક્રમ અટલ બિહારી વાજપેયી સરકારી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ઈન્દોરમાં યોજાશે. દરેક જિલ્લા મથકોએ પણ યોજાનાર આ કાર્યક્રમમાં એમપીના મુખ્યમંત્રી ડો.મોહન યાદવ પણ ભાગ લેશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પર્યાવરણની સુરક્ષા માટે પ્રેરિત “એક પેડ મા કે નામ” અભિયાન અંતર્ગત આજે ઈન્દોર જિલ્લામાં એક દિવસમાં 11 લાખ રોપાઓ વાવવાનો વિશ્વ વિક્રમ સર્જાશે. શ્રી શાહ સીમા સુરક્ષા દળની રેવતી રેન્જમાં આ અભિયાનની શરૂઆત કરશે. તેઓ પીએમ કોલેજ ઓફ એક્સેલન્સના વિદ્યાર્થીઓ માટે બસ સેવા પણ શરૂ કરશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ