ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 30, 2025 9:47 એ એમ (AM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે પટણા ખાતે રાજ્ય સ્તરીય સહકારી સંમેલનનું ઉદ્ઘાટન કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે પટણા ખાતે રાજ્ય સ્તરીય સહકારી સંમેલનનું ઉદ્ઘાટન કરશે અને બિહારના ગોપાલગંજ ખાતે એક જાહેર સભાને પણ સંબોધિત કરશે.
શ્રી શાહ આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે ગઠબંધન પક્ષો સાથે ચર્ચાના ભાગ રૂપે પટણામાં NDA નેતાઓ સાથે બેઠક કરશે. આંતરરાષ્ટ્રીય વર્ષ સહકારી મંડળીઓના ભાગ રૂપે આ સહકારી સંમેલનનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પટણાના બાપુ સભાગર ખાતે આયોજિત સમારોહમાં દેશના વિવિધ ભાગોમાંથી વિવિધ સહકારી મંડળીઓ, વ્યાપાર મંડળના 7 હજાર થી વધુ પ્રતિનિધિઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. કેન્દ્રીય સહકારી મંત્રી 800 કરોડ રૂપિયાથી વધુના વિવિધ વિકાસ કાર્યક્રમો અને પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ પણ કરશે. તેમાં દરભંગામાં મખાના પ્રોસેસિંગ સેન્ટર, માઇક્રો-ATMનું વિતરણ, ખેડૂત ઉત્પાદક સંગઠન (FPO) ને લોન અને ખાદ્યાન્ન માટે નવા સંગ્રહ ગોડાઉનનો સમાવેશ થાય છે.સહકારી સંમેલનમાં હાજરી આપ્યા બાદ શ્રી શાહ ગોપાલગંજની મુલાકાત લેશે. તેઓ ગોપાલગંજના પોલીસ લાઇન ગ્રાઉન્ડ ખાતે એક જાહેર સભાને સંબોધિત કરશે. શ્રી શાહ બિહારની બે દિવસીય મુલાકાતે ગઈકાલે સાંજે પટના પહોંચ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ