કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આજે મુંબઈમાં આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનું ‘સંકલ્પપત્ર બહાર પાડ્યું. આ ચુંટણી ઢંઢેરામાં, ભાજપે લાડકી બહેન યોજના હેઠળ માસિક સહાય 1 હજાર 500 થી વધારીને2 હજાર 100 કરવાની, વૃદ્ધાવસ્થા પેન્શનમાં વધારો, 10 લાખ વિદ્યાર્થીઓ માટે 10 હજાર રૂપિયા માનદ વેતન અને પુનઃપ્રાપ્યઉર્જા વીજળીના બિલમાં 30 ટકા ઘટાડો કરવાનું વચન આપ્યું છે. ચૂંટણી ઢંઢેરામાં, ભાજપે આગામી પાંચ વર્ષમાં એક કરોડ રોજગારીની તકોનું સર્જન કરવાનું, કૃષિ માટે સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનું અને સિંચાઈ યોજનાઓ દ્વારા મહારાષ્ટ્રને દુષ્કાળથી બચાવવાનું વચન આપ્યું છે. બીજી તરફ વિપક્ષી મહા વિકાસ અઘાડી ગઠબંધને પણ મુંબઈમાં પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ NCPSP નેતા સુપ્રિયા સુલે, શિવસેના (UBT) નેતા સંજય રાઉત અને MVA ગઠબંધનના અન્ય મુખ્ય નેતાઓની હાજરીમાં ચુંટણી ઢંઢેરો બહાર પાડ્યો હતો. એમવીએ મહિલાઓ માટે દર મહિને 3 હજાર સુધીની માસિક સહાય, બેરોજગાર શિક્ષિત યુવાનો માટે દર મહિને 4 હજાર સુધી, ખેડૂતો માટે 3 લાખ સુધીની લોન માફી અને રાજ્ય સરકારમાં અઢી લાખ જગ્યાઓ પર ભરતીનું વચન આપ્યું છે.
Site Admin | નવેમ્બર 10, 2024 8:05 પી એમ(PM)