કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે આરોપ લગાવ્યો છે કે, ઝારખંડમાં હેમંત સોરેનની આગેવાનીવાળી સરકાર દેશની સૌથી ભ્રષ્ટ સરકાર છે. રાંચીના પ્રભાત તારા મેદાન ખાતે ઝારખંડ ભાજપની કારોબારી સમિતિની બેઠકને સંબોધતા શ્રી શાહે કહ્યું કે, એક સાંસદના ઘરેથી ત્રણસો કરોડ રૂપિયા મળી આવ્યા હતા જ્યારે ઝારખંડના મંત્રીના PAના કબજામાંથી 30 કરોડ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, બાંગ્લાદેશથી ઘૂસણખોરીના કારણે રાજ્યની સ્થિતિ બદલાઈ રહી છે. શ્રી શાહે સોરેન સરકાર પર ઘૂસણખોરી પર કોઈ ધ્યાન ન આપવા અને તેને વોટ બેંક તરીકે ગણવાનો આરોપ લગાવ્યો હતો..
ભાજપના કાર્યકરોને સંબોધિત કર્યા પછી, શ્રી શાહે રાંચીમાં પાર્ટી કાર્યાલયમાં સ્ટેટ કોર ગ્રૂપની બેઠક યોજી હતી. આ બેઠકમાં પાર્ટીના સાંસદો અને ધારાસભ્યો ઉપરાંત કેન્દ્રીય કૃષિમંત્રી અને ઝારખંડના ચૂંટણી પ્રભારી શિવરાજસિંહ ચૌહાણ અને ચૂંટણી સહપ્રભારી હેમંત બિસ્વા શર્માએ આ બેઠકમાં ભાગ લીધો હતો..