કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે ઝારખંડની એક દિવસની મુલાકાતે રાંચી પહોંચશે. શ્રી શાહ ત્યાં પ્રદેશ ભાજપ કાર્યકારી સમિતિની બેઠકને સંબોધશે. તેઓ કોર કમિટીની બેઠકમાં પણ હાજરી આપશે અને કાર્યકર્તાઓ સાથે વાતચીત કરશે. ઝારખંડમાં ભાજપના વડા બાબુલાલ મરાંડીએ કહ્યું છે કે શ્રી શાહ લોકસભા ચૂંટણીમાં એનડીએનાં દેખાવની પણ સમીક્ષા કરશે. રાજ્યમાં આ વર્ષે વિધાનસભાની ચૂંટણી યોજાય તેવી શક્યતા છે.
Site Admin | જુલાઇ 20, 2024 2:10 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ આજે ઝારખંડની એક દિવસની મુલાકાતે રાંચી પહોંચશે
