ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

જુલાઇ 13, 2024 8:21 પી એમ(PM)

printer

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકમાં “વાઇબ્રન્ટ વિલેજ્સ પ્રોગ્રામ”ના અમલીકરણની સમીક્ષા કરી હતી

કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકાર મંત્રી અમિત શાહે આજે નવી દિલ્હીમાં એક ઉચ્ચસ્તરીય બેઠકમાં “વાઇબ્રન્ટ વિલેજ્સ પ્રોગ્રામ”ના અમલીકરણની સમીક્ષા કરી હતી. બેઠક દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકાર સરહદી ગામોના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે. શ્રી શાહે આ સરહદી ગામોમાંથી સ્થળાંતર થતું અટકાવવા માટે સ્થાનિક રહેવાસીઓને રોજગારીની તકો પૂરી પાડવાની અને ગામડાઓ સાથે જોડાણ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
શ્રી શાહે જણાવ્યું હતું કે, સરહદી ગામોની આસપાસ ફરજ બજાવતા કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ અને સેનાએ સહકારી મંડળીઓ મારફતે સ્થાનિક કૃષિ અને હસ્તકળાનાં ઉત્પાદનોની ખરીદીને પ્રોત્સાહન આપવું જોઈએ. તેમણે કહ્યું કે, નજીકના ગામોના રહેવાસીઓને લાભ આપવા માટે આર્મી અને સીએપીએફની આરોગ્ય સંભાળ સુવિધાઓ નિયમિતપણે ઉપલબ્ધ કરાવવી જોઈએ. કેન્દ્રીય ગૃહમંત્રીએ સૌર ઊર્જા અને પવનચક્કી વગેરે જેવા ઊર્જાના અન્ય પુનઃપ્રાપ્ય સ્ત્રોતોના મહત્તમ ઉપયોગ પર ભાર મૂક્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ