કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ન્યાયિક દખલગીરીના અવકાશને ઘટાડવા માટે કાયદાના મુસદ્દામાં કાયદાકીય સ્પષ્ટતાના મહત્વ પર ભાર મૂક્યો હતો.ગાંધીનગરમાં કાયદા મુસદ્દા તાલીમ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્યોને સંબોધતા શ્રી શાહે કહ્યું હતું કે, ‘સ્પષ્ટઅને દોષરહિત કાયદો માત્ર અમલીકરણમાં તો મદદ કરે જ છે, પરંતુ લોકશાહી વ્યવસ્થામાં પરિવર્તન લાવવામાં પણ મદદ કરે છે.’શ્રી શાહે ગૃહના સભ્યોને ભાવિ કાયદાની સ્પષ્ટતા, તર્ક અને વ્યવહારિકતા વધારવા કાયદાકીય મુસદ્દાની તાલીમ લેવા અનુરોધ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા. દરમિયાન શ્રી શાહે ત્રણ નવાફોજદારી કાયદા અંગે પણ માહિતી આપી હતી.
Site Admin | ઓક્ટોબર 22, 2024 7:53 પી એમ(PM)
કેન્દ્રીય ગૃહમંત્રીએ ન્યાયિક દખલગીરીના અવકાશને ઘટાડવા કાયદાના મુસદ્દામાં કાયદાકીય સ્પષ્ટતાના મહત્વ પર ભાર મૂક્યો
