કેન્દ્રીય ગૃહમંત્રીએ ગઇકાલે સરદાર વલ્લભભાઇ પટેલને અખંડ ભારતના ઘડવૈયા ગણાવીને તેમને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. બોટાદ પાસે સાંરગપુર ખાતે શ્રી શાહે જણાવ્યું કે સરદાર પટેલનું સન્માન કરવા માટે સરકારે આગામી બે વર્ષ માટે તેમની 150મી જન્મજયંતિ ઉજવવાનો નિર્ણય લીધો છે.
ગુજરાતના બે દિવસના પ્રવાસે આવેલા કેન્દ્રીય ગૃહમંત્રીએ ગઇકાલે સાળંગપુરમાં પ્રસિદ્ધ કષ્ટભંજન હનુમાન મંદિર પરિસરમાં શ્રી ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું લોકાર્પણ કર્યું હતું. 200 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર આ ભવનમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેના અગિયારસો જેટલા રૂમ છે. શ્રી શાહે મંદિરમાં આયોજીત સમૂહ મારુતિ યજ્ઞમાં ભાગ લીધો હતો.
Site Admin | નવેમ્બર 1, 2024 8:47 એ એમ (AM) | કેન્દ્રીય ગૃહમંત્રી