ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 20, 2024 2:35 પી એમ(PM) | કેન્દ્રીય ખાદ્ય મંત્રી

printer

કેન્દ્રીય ખાદ્ય મંત્રી પ્રહલાદ જોષીએ જણાવ્યું છે કે, તિરુપતિ મંદિરમાં લાડુમાં પશુની ચરબી હોવાનો મુદો ગંભીર છે

કેન્દ્રીય ખાધ્યમંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું કે, તિરૂપતિ મંદિરના લાડુમાં પશુઓની ચરબી હોવાની વાત એ ખૂબ ગંભીર મુદ્દો છે. ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ આ મુદ્દો ઉઠાવ્યો હતો. આજે નવી દિલ્હીમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી જોશીએ જણાવ્યું કે, આ અંગે વિસ્તૃત તપાસ કરવામાં આવ્યા બાદ દોષિતને સજા કરવી જોઇએ.
રાષ્ટ્રીય ડેરી વિકાસ બોર્ડની પ્રયોગશાળામાં પુષ્ટિ થઈ છે કે, તિરૂપતિના સુપ્રસિદ્ધ વેંકટસ્વામી મંદિરના પ્રસાદ માટે લાડુ બનાવવા માટેના ઘી માં પશુઓની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ