કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રીજી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં કોલસાનું ઉત્પાદન વધીને એક હજાર 533 મિલિયન ટન થવાની આશા છે. રાજ્યસભામાં પૂરક પ્રશ્નોના જવાબ આપતા, મંત્રીએ વિકસિત ભારત 2047 માટે સ્થાનિક કોલસા ઉત્પાદનને વધારવા માટે સરકારના રોડમેપ પર પ્રકાશ પાડ્યો.તેમણે કહ્યું કે, તેમના મંત્રાલયે 2030 સુધીમાં 140 મિલિયન ટન કાચા કોલસાનું ઉત્પાદન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. લેખિત જવાબમાં, મંત્રીએ માહિતી આપી કે કોલસા અને લિગ્નાઈટ પરના વર્તમાન રોયલ્ટી દરોમાં સુધારો કરવાના મુદ્દાની તપાસ કરવા માટે રચાયેલા અભ્યાસ જૂથે કોઈ વધારો ન કરવાની ભલામણ કરીહતી જેને સરકારે સ્વીકારી લીધી હતી.
Site Admin | ફેબ્રુવારી 3, 2025 6:47 પી એમ(PM)
કેન્દ્રીય કોલસા અને ખાણ મંત્રીજી. કિશન રેડ્ડીએ જણાવ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં કોલસાનું ઉત્પાદન વધીને એક હજાર 533 મિલિયન ટન થવાની આશા છે
