પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન માટેના કેન્દ્રીય કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે મુંબઈમાં જુહુ ચોપાટી ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ સફાઈ ઝુંબેશ અને અને ચાલી રહેલા ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણન, મુખ્યમંત્રી એકનાથ શિંદે સહિત મુંબઈના નેતાઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યમંત્રીએ તમામ ઉપસ્થિતોને સ્વચ્છતાના શપથ લેવડાવ્યા હતા.
Site Admin | સપ્ટેમ્બર 21, 2024 2:29 પી એમ(PM)
કેન્દ્રીય કેબિનેટ મંત્રી ભૂપેન્દ્ર યાદવે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાનમાં ભાગ લીધો
