કેન્દ્રીય કેબિનેટે કૃષિઅને ખેડૂત કલ્યાણ મંત્રાલય હેઠળ કુદરતી ખેતી માટે રાષ્ટ્રીય મિશન (NMNF) શરૂ કરવાની મંજૂરી આપી છે. આ માટે 2 હજાર 481 કરોડ રૂપિયાની ફાળવણી કરાઇ છે.
કેબિનેટની બેઠક બાદ મીડિયાને માહિતી આપતાં માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, મિશનનો હેતુ રાસાયણિક મુક્ત અને ટકાઉ ખેતી માટે કુદરતી ખેતીને પુનર્જીવિત કરવાનો છે.
શ્રીવૈષ્ણવે જણાવ્યું કે કુદરતી ખેતી પર રાષ્ટ્રીય મિશન હેઠળ એક કરોડ ખેડૂતોને આવરી લેવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટે એક સરળ અને સંપૂર્ણ ડિજિટલ પ્રક્રિયા દ્વારા વિદ્વતાપૂર્ણ સંશોધન લેખો અને જર્નલ પ્રકાશન માટે દેશવ્યાપી સુવિધા પ્રદાન કરવા માટે એક નવી કેન્દ્રીય ક્ષેત્રની યોજના, વન નેશન વન સબસ્ક્રિપ્શનને પણ મંજૂરી આપી છે.
Site Admin | નવેમ્બર 26, 2024 9:37 એ એમ (AM) | કેન્દ્રીય કેબિનેટ