કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કેકેન્દ્ર સરકારે ડુંગળી પરની 20 ટકા નિકાસ જકાત સંપૂર્ણપણે નાબૂદ કરી છે. નવીદિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા શ્રી ચૌહાણે જણાવ્યું કે હવે ખેડૂતોનું ડુંગળી વૈશ્વિક બજારોમાં જકાત મુક્ત પહોંચી શકશે, અને તેમને વધુ સારાભાવ મળશે. સ્થાનિક ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ગયા વર્ષે 13 સપ્ટેમ્બરથી 20 ટકા નિકાસ જકાત લાગુ કરવામાં આવી હતી. કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગના અંદાજ મુજબ, આ વર્ષે રવિ પાકનું ઉત્પાદન, 227 લાખ મેટ્રિકટન થયું જે ગયા વર્ષ કરતા 18ટકા વધુ છે.
Site Admin | માર્ચ 24, 2025 6:52 પી એમ(PM)
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કેકેન્દ્ર સરકારે ડુંગળી પરની 20 ટકા નિકાસ જકાત સંપૂર્ણપણે નાબૂદ કરી છે
