કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં પુસા કૃષિ વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન કર્યું. આ ત્રણ દિવસીય મેળાની વિષયવસ્તુ ઉન્નત કૃષિ-વિકસિત ભારત છે. ખેડૂતોને ખેતીનો આત્મા ગણાવતા શ્રી ચૌહાણે આ મુજબ જણાવ્યું.
કૃષિ અને ખેડૂત કલ્યાણ રાજ્યમંત્રી રામનાથ ઠાકુર અને ભગીરથ ચૌધરી 24 ફેબ્રુઆરીના રોજ સમાપન સત્રમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. આ વર્ષે કૃષિ વિજ્ઞાન મેળાના મુખ્ય આકર્ષણો ભારતીય કૃષિ સંશોધન સંસ્થા દ્વારા વિકસિત અત્યાધુનિક જાતો અને ટેકનોલોજીઓનું લાઇવ પ્રદર્શન છે. મુલાકાતીઓને ભારતીય કૃષિ સંશોધન સંસ્થા, કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, ખેડૂત ઉત્પાદક સંગઠનો, ઉદ્યોગસાહસિકો અને સ્ટાર્ટ-અપ્સ તરફથી આશાસ્પદ ટેકનોલોજીઓ, ઉત્પાદનો અને સેવાઓ દર્શાવતા પ્રદર્શનોનું અન્વેષણ કરવાની તક પણ મળશે.
Site Admin | ફેબ્રુવારી 22, 2025 2:32 પી એમ(PM)
કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે નવી દિલ્હીમાં પુસા કૃષિ વિજ્ઞાન મેળાનું ઉદ્ઘાટન કર્યું.
