કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું છે કે આંધ્ર પ્રદેશમાં પૂરથી 1.8 લાખ હેક્ટર જમીનમાં પાકને નુકસાન થયું છે.
પ્રારંભિક અંદાજ મુજબ લગભગ 2 લાખ ખેડૂતોને અસર થઈ છે.તેમણે કહ્યું કે, ખાસ કરીને ફૂલો અને હળદરના પાકને ઘણું નુકસાન થયું છે. શ્રી ચૌહાણ પૂરની સ્થિતિનું મૂલ્યાંકન કરવા આંધ્રપ્રદેશ અને તેલંગાણાની બે દિવસીય મુલાકાતે છે. કૃષિ પ્રધાને નુકસાનની આકારણી પૂર્ણ કર્યા પછી કેન્દ્ર સરકાર તરફથી બંને રાજ્યોને તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. તેમણે કહ્યું, આકારણી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, અને NDRFની ટીમો અને કૃષિ વિભાગના અધિકારીઓ નુકસાનનું મૂલ્યાંકન કરી રહ્યા છે. કૃષિ મંત્રીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર સામાન્ય સ્થિતિને પુનઃસ્થાપિત કરવામાં અને નુકસાન પામેલા પાક અને ઘરગથ્થુ સામાન માટે વળતર આપવામાં મદદ કરશે.
આંધ્રમાં, શ્રી ચૌહાણે વરસાદગ્રસ્ત વિસ્તારોનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું.આજે, શ્રી ચૌહાણ પૂરગ્રસ્ત ખમ્મમ જિલ્લા અને તેલંગાણાના અન્ય વિસ્તારોની મુલાકાત લેશે
Site Admin | સપ્ટેમ્બર 6, 2024 9:34 એ એમ (AM) | શિવરાજ સિંહ ચૌહાણ