ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

સપ્ટેમ્બર 24, 2024 3:18 પી એમ(PM)

printer

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં ખેડૂતો અને ખેડૂત સંગઠન સાથે બેઠક કરી

કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં ખેડૂતો અને ખેડૂત સંગઠન સાથે બેઠક કરી હતી.
બેઠક બાદ મીડિયા સાથે વાત કરતા શ્રી ચૌહાણે કહ્યું કે, તેઓ લગભગ 50 ખેડૂત આગેવાનોને મળ્યા અને તેમની સમસ્યાઓ અને ચિંતાઓ સાંભળી. તેમણે કહ્યું કે, કૃષિ એ ભારતીય અર્થવ્યવસ્થાની કરોડરજ્જુ છે અને ખેડૂતો તેનો આત્મા છે. શ્રી ચૌહાણે કહ્યું કે, ખેડૂત સંઘે પાકના દર અને પાક વીમાને લગતા અનેક સૂચનો આપ્યા હોવાનું જણાવ્યું હતું.