ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે નવી દિલ્હીમાં હેન્ડલૂમ એક્સ્પોની મુલાકાત લીધી

કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે કહ્યું કે, હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટના ઘરેલુ વેચાણ અને નિકાસ વધારવા માટે વિવિધ પહેલ કરવામાં આવી રહી છે. નવી દિલ્હીમાં હેન્ડલૂમ એક્સ્પોની મુલાકાત લીધા બાદ તેમણે કહ્યું કે, હવે હેન્ડલૂમ કારીગરોને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફેશન ટેક્નોલોજી સાથે જોડવામાં આવી રહ્યા છે જેથી તેઓ નવી ડિઝાઇન રજૂ કરી શકે.
હેન્ડલૂમ પ્રત્યે યુવાપેઢીના પ્રતિભાવ વિશે વાત કરતાં તેમણે કહ્યું કે, વિવિધ ડિઝાઇન, ડેનિમ સિલ્ક વગેરે રજૂ કરવામાં આવ્યા છે અને હવે હેન્ડલૂમ યુવા પેઢી માટે એક ફેશન બની ગઈ છે. શ્રી ગિરિરાજ સિંહે જણાવ્યું હતું કે, હેન્ડલૂમ સેક્ટરમાં ભારતનો 90 ટકા હિસ્સો છે અને 35 લાખથી વધુ પરિવારો આ ક્ષેત્રમાં કામ કરે છે. હર ઘર તિરંગા અભિયાનના ભાગ રૂપે, તેમણે કારીગરોને રાષ્ટ્રીય ધ્વજનું વિતરણ કર્યું અને દરેકનેઆ અભિયાનમાં ભાગ લેવાની અપીલ કરી.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ