કેન્દ્રીય કાપડ મંત્રી ગિરિરાજ સિંહે આજે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં એરી રેશમ ઉત્પાદન સંવર્ધન પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. આ પ્રોજેક્ટનો ઉદેશ્ય એરંડાના ખેડૂતો માટે ટકાઉ આજીવિકાને પ્રોત્સાહન આપવાનો અને રાજ્યમાં રેશમ ઉત્પાદનનો વિસ્તાર કરવાનો છે.
આ પ્રસંગે સંબોધન કરતાં, ગિરિરાજ સિંહે જણાવ્યું કે, આ પ્રોજેક્ટ રેશમ ઉદ્યોગમાં મોટી ક્રાંતિ લાવશે અને ભવિષ્યમાં આ પાલનપુર શહેર સિલ્ક સિટી તરીકે ઓળખાશે. શ્રી સિંહે કહ્યું કે, આ પ્રોજેક્ટની અસર પડોશી રાજ્ય રાજસ્થાન તેમજ યુપી અને બિહારમાં પણ જોવા મળશે.
આ પ્રસંગે એક સમજૂતી પત્રનું આદાન-પ્રદાન પણ કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય કાપડ મંત્રી શ્રી ગિરિરાજ સિંહ, કેન્દ્રીય કાપડ રાજ્યમંત્રી પબિત્રા માર્ગેરિટા અને ટેક્સટાઇલ મંત્રાલયના સચિવ રચના શાહ તેમજ ગુજરાત સરકારના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Site Admin | ઓગસ્ટ 10, 2024 7:58 પી એમ(PM)