ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

માર્ચ 28, 2025 7:13 પી એમ(PM) | કેન્દ્ર સરકાર

printer

કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો

કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓ માટે 2 ટકા મોંઘવારી ભથ્થા અને પેન્શનધારકો માટે મોંઘવારી રાહત મંજૂર કરવામાં આવી છે. કેન્દ્રીય મંત્રીમંડળ દ્વારા લેવાયેલા નિર્ણયો અંગે નવી દિલ્હીમાં કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે માહિતી આપી હતી. તેમણે કહ્યું, આ વર્ષની પહેલી જાન્યુઆરીથી આ નિર્ણય અમલમાં આવશે. આના કારણે 48 લાખ 66 હજાર કેન્દ્રીય કર્મચારીઓ અને 66 લાખ 55 હજાર પેન્શનધારકોને લાભ થશે.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ