કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે એન વીડિયા કંપનીએ ભારતમાં કૃત્રિમ બુદ્ધિમત્તા – AI મિશનને સમર્થનનો દાવો કર્યો છે. એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી વૈષ્ણવે જણાવ્યું છે કે બંને પક્ષો કૃત્રિમ બુદ્ધિમત્તાનો લાભ લેવા અને ભારતના વિશેષ પડકારોના સમાધાન માટે AIના ઉપયોગો અંગે ચર્ચા કરી હતી.
આ બેઠક દરમિયાન ભારતની પોતાની AI ચીપ વિકસીત કરવા માટે પણ ચર્ચા થઈ. આ વર્ષે માર્ચ મહિનામાં કેન્દ્રીય મંત્રીમંડળે લગભગ 10 હજાર, 372 કરોડ રૂપિયાના બજેટની ફાળવણી સાથે રાષ્ટ્રીય સ્તરના ઇન્ડિયા AI મિશનને માન્યતા આપી હતી. ભારતના એઆઈ મિશન અંતર્ગત જાહેર અને થાનગી ક્ષેત્રમાં યોજના અને ભાગીદારીના મધ્યમથી નવાચાર માટે વ્યાપક માળખાકીય સેવાઓને વિકાસ કરશે.
Site Admin | ઓગસ્ટ 22, 2024 9:59 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #nvidia | AI | India
કેન્દ્રીય ઇલેક્ટ્રોનિક અને માહિતી પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે એન વીડિયા કંપનીએ ભારતમાં કૃત્રિમ બુદ્ધિમત્તા – AI મિશનને સમર્થનનો દાવો કર્યો છે.
