કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડા આવતીકાલે હરિયાણાના પંચકુલાથી ક્ષય રોગ અંગે 100-દિવસીય સઘન અભિયાન શરૂ કરશે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના રાષ્ટ્રીય ક્ષય નાબૂદી કાર્યક્રમ (NTEP) હેઠળ, ક્ષય રોગ (ટીબી) ની ઘટનાઓ અને મૃત્યુદરના પડકારોને પહોંચી વળવા સમગ્ર દેશમાં આ અભિયાન હાથ ધરવામાં આવશે. આ કાર્યક્રમમાં હરિયાણાના મુખ્યમંત્રી અને હરિયાણાના આરોગ્ય મંત્રી આરતી સિંહ રાવ પણ હાજર રહેશે.
ક્ષય રોગ અંગેની આ પહેલ 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 347 જિલ્લાઓમાં લાગુ કરવામાં આવશે.
100-દિવસની ઝુંબેશનો મુખ્ય ઉદેશ્ય ટીબીનો દર, નિદાન થયેલા કેસો, ટીબીને લીધે થતાં મૃત્યુનો દર સુધારવાનો છે. આ ઉપરાંત આ ઝુંબેશ અંતર્ગત દર્દીઓમાં ટીબીના અદ્યતન નિદાનના ઉપયોગમાં વધારો, તેમજ વધુ જોખમ ધરાવતા દર્દીઓ માટે વિશેષ સંભાળ અને વિસ્તૃત પોષણ સહાયની પણ જોગવાઈ છે.
Site Admin | ડિસેમ્બર 6, 2024 2:15 પી એમ(PM) | કેન્દ્રીય આરોગ્ય મંત્રી