કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે કહ્યું કે, ‘ભારતની આરોગ્ય પ્રણાલીએ સાર્વત્રિક આરોગ્યના વ્યાપેલા ક્ષેત્ર એટલે કે, U.H.C. હાંસલ કરવા માટે “સંપૂર્ણસહકાર” અને “સંપૂર્ણ સમાજ” ના દ્રષ્ટિકોણને અપનાવ્યું છે. તે અંતર્ગત પ્રાથમિક આરોગ્ય સંભાળ અને આવશ્યક સેવાઓને મજબૂતકરવા પર ભાર આપવામાં આવે છે.’વિશ્વ આરોગ્ય સંસ્થા – W.H.O.ના દક્ષિણ-પૂર્વ એશિયા વિસ્તારના 77માસત્રને સંબોધતા શ્રી નડ્ડાએ કહ્યું, ‘સરકારનીઆયુષ્માન ભારત – પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાથી 12 કરોડથીવધુ પરિવારને લાભ મળ્યો છે. શ્રી નડ્ડાએ ઉમેર્યું કે, ‘ભારતે વૈશ્વિક પરંપરાગત આરોગ્ય કેન્દ્રબનાવવામાં W.H.O.નું સમર્થન કર્યું છે. ઉલ્લેખનીય છે કે,શ્રી નડ્ડાને W.H.O.ના દક્ષિણ-પૂર્વ એશિયાપ્રાદેશિક સમિતિના 77મા સત્રના અધ્યક્ષ તરીકે પસંદ કરાયા છે.
Site Admin | ઓક્ટોબર 7, 2024 7:44 પી એમ(PM)
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે કહ્યું કે, ‘ભારતની આરોગ્ય પ્રણાલીએ સાર્વત્રિક આરોગ્યના વ્યાપેલા ક્ષેત્ર એટલે કે, U.H.C. હાંસલ કરવા માટે “સંપૂર્ણસહકાર” અને “સંપૂર્ણ સમાજ” ના દ્રષ્ટિકોણને અપનાવ્યું છે
