કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આજે પટના ખાતે હાઈટેક પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (PMCH) ના નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી, જેને વિશ્વની બીજી સૌથી મોટી હોસ્પિટલ તરીકે વિકસાવવામાં આવી રહી છે. કેન્દ્ર સરકાર બિહારને સુપર સ્પેશિયાલિટી સુવિધાઓ સાથે 5હજાર 400 બેડની હોસ્પિટલના વિકાસ માટે સહાય પૂરી પાડી રહી છે. શ્રી નડ્ડા દરભંગા અને મુઝફ્ફરપુરમાં બે સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલોનું ઉદ્ઘાટન અને લોકાર્પણ પણ કરશે. તેઓ એઇમ્સ દરભંગા માટે શોભન એકમી બાયપાસ સ્થળની મુલાકાત લેશે જેના માટે કેન્દ્રએ નવી એજન્સીની નિમણૂક કરી છે. તેમની બિહાર મુલાકાતનો આજે છેલ્લો દિવસ છે. તેઓ ગઈકાલે પટના પહોંચ્યા હતા. અગાઉ શ્રી નડ્ડાએ પટના ખાતે તખ્ત શ્રી હરિમંદિર સાહિબની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી.
Site Admin | સપ્ટેમ્બર 7, 2024 7:15 પી એમ(PM)
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ આજે પટના ખાતે હાઈટેક પટના મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (PMCH) ના નિર્માણ કાર્યની પ્રગતિની સમીક્ષા કરી હતી
