કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના રેસકોર્સ ખાતેથી આજે રાજ્યવ્યાપી “હરઘર તિરંગા” અભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ અભિયાનમાં હજારો નાગરિક જોડાયા હતા.
આ પ્રસંગે શ્રી નડ્ડાએ યુવાનોને વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રીના સંકલ્પને પૂર્ણ કરવા શ્રેષ્ઠ યોગદાન આપવા હાકલ કરી હતી. તેમણે કહ્યું કે, આ સંકલ્પ પૂર્ણ થાય એ જ તિરંગા યાત્રાની સફળતા ગણાશે. મંત્રીશ્રીએ આગામી ત્રણ વર્ષમાં ભારતને ત્રીજા ક્રમનું અર્થતંત્ર બનાવવા માટે પણ યુવાનોને પ્રેરિત કર્યા હતા.
Site Admin | ઓગસ્ટ 10, 2024 7:50 પી એમ(PM)