ડાઉનલોડ
મોબાઈલ એપ

android apple
signal

ઓગસ્ટ 10, 2024 3:26 પી એમ(PM)

printer

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના રેસકોર્સ ખાતેથી રાજ્યવ્યાપી “હરઘર તિરંગા” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજકોટના રેસકોર્સ ખાતેથી રાજ્યવ્યાપી “હરઘર તિરંગા” અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો. આ અભિયાનમાં હજારો નાગરિક જોડાયા હતા.
આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાતની માટીમાંથી આપણને પ્રેરણા મળે છે. આ ભૂમિને હું નમન કરું છું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આઝાદીના અમૃતકાળમાં દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત બનાવવાનું સ્વપ્ન જોયું છે અને તેને સાકાર કરવાની નેમ લીધી છે.
શ્રી નડ્ડાએ કહ્યું, આઝાદીના અમૃત કાળમાં દેશને વર્ષ 2047 સુધીમાં વિકસિત બનાવવા આપણું શ્રેષ્ઠ યોગદાન આપવાનો સંકલ્પ લઈએ એ જ તિરંગા યાત્રાની સફળતા ગણાશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પ્રધાનમંત્રીશ્રીએ શરૂ કરેલા “મેરી માટી મેરા દેશ”, “આઝાદી કા અમૃત મહોત્સવ”, “તિરંગા યાત્રા” અભિયાને નાગરિકોમાં નેશનફર્સ્ટની ભાવનાને પ્રબળ કરવામાં સફળતા મેળવી છે.
જનસભા બાદ મહાનુભાવોએ તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. તમામ મહાનુભાવો હાથમાં તિરંગો લઈને રેસકોર્સથી જયુબિલી ગાર્ડન સુધી જોડાયા હતા. જ્યાં મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.

સૌથી વધુ વાંચો

બધુજ જુઓ