કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ દેશના તમામ જિલ્લાઓમાં સઘન ટીબી નાબૂદી અભિયાન હાથ ધરવાની જાહેરાત કરી છે. અગાઉ, આ અભિયાન 455 પસંદ કરેલા ઉચ્ચ પ્રાથમિકતા ધરાવતા જિલ્લાઓમાં લાગુ કરવામાં આવ્યું હતું. ગઈકાલે નવી દિલ્હીમાં વિશ્વ ક્ષય રોગ દિવસ 2025 શિખર સંમેલનને સંબોધતા શ્રી નડ્ડાએ જણાવ્યું કે, 100 દિવસના ક્ષય રોગ મુક્ત ભારત અભિયાન દરમિયાન લગભગ 13 કરોડ લોકોની તપાસ કરવામાં આવી હતી અને સાત લાખથી વધુ નવા દર્દીઓમાં આ રોગનું નિદાન થયું હતું.આરોગ્ય મંત્રીએ માહિતી આપી કે, ટીબીનો વૈશ્વિક સરેરાશ ઘટાડો દર
8.3 ટકા છે, જ્યારે ભારતમાં ઘટાડો દર 17.7% છે, જે બમણાથી પણ વધુ છે.
Site Admin | માર્ચ 25, 2025 9:47 એ એમ (AM)
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ દેશના તમામ જિલ્લાઓમાં સઘન ટીબી નાબૂદી અભિયાન હાથ ધરવાની જાહેરાત કરી.
