કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાએ જણાવ્યું કે, પહેલાના સમયમાં ગરીબ લોકો પોતાના આરોગ્ય અંગે ચિંતા કરી શકશે તેવું વિચારી શકતા નહતા, પરંતુ આજે સારી આરોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ છે. તેમણે ઉમેર્યું કે, એક સમયે શૈક્ષણિક સંસ્થાઓના સંશોધનપત્ર એક જગ્યાએ સલામત રીતે પડ્યા રહેતા હતા, પરંતુ આજે તેનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે. IIM અમદાવાદ ખાતે યોજાયેલી હૅલ્થકૅર સમિટમાં શ્રી નડ્ડાએ આ મુજબ જણાવ્યું હતું.
Site Admin | જાન્યુઆરી 18, 2025 7:12 પી એમ(PM)