કેન્દ્રીય આરોગ્ય મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે વિશ્વ વસ્તી દિવસ પ્રસંગે પરિવાર નિયોજન માટેનાં સુગમ મોડલ પહેલનું અનાવરણ કર્યું હતું. સુગમ મોડલ માતા અને બાળકની સુખાકારી માટે ગર્ભધારણનાં સ્વસ્થ સમય અને અંતર માટે તૈયાર કરવામાં આવ્યું છે.
નવી દિલ્હીમાં વિવિધ રાજ્યોનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગો સાથેની વર્ચ્યુઅલ બેઠકમાં શ્રી નડ્ડાએ એ વાત પર ભાર મૂક્યો કે ભારતમાં પરિવાર નિયોજનનો ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યનું આત્મનિરીક્ષણ કરવાનો પ્રસંગ છે.
તેમણે જણાવ્યું કે, આગામી યોજનાઓને રાષ્ટ્રીય પરિવાર આરોગ્ય સર્વેક્ષણનાં આંકડા સાથે લાગુ કરવી જોઇએ અને વધુ વસ્તી દર ધરાવતા રાજ્યો પર વિશેષ ભાર મૂકવો જોઇએ.
Site Admin | જુલાઇ 11, 2024 8:13 પી એમ(PM) | વિશ્વ વસ્તી દિવસ