કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વિશ્વ માનસિક આરોગ્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ટેલી માનસ એપ અને વિડિયો કોલ સુવિધાનો આજે દિલ્હીમાં આરંભ કર્યો છે. દિલ્હીમાં યોજાયેલા ખાસ સમારંભમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના ટેલી માનસ ચકાસણી અહેવાલ અને કર્મચારીઓના આરોગ્ય માટે સ્વસંભાળ મોડ્યુલનો પણ આરંભ કરાયો હતો.
આ વર્ષની વિષય વસ્તુ છે. કાર્યના સ્થળે માનસિક આરોગ્ય. આ પ્રસંગે ટેલી માનસ હેલ્પલાઇનને બે વર્ષ પૂર્ણ થયા તેની ઉજવણી કરાઇ હતી.
આજના આ દિવસ નિમિત્તે માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃત્તિ કેળવવા રાજ્યભરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
Site Admin | ઓક્ટોબર 10, 2024 7:35 પી એમ(PM) | વિશ્વ માનસિક આરોગ્ય દિવસ