કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે, આઇસોલેટ કરવામાં આવેલા દર્દીમાં એમ-પોક્સ ક્લેડ ટુની હાજરી હોવાની પુષ્ટિ થઈ છે. દર્દીને પ્રવાસ દરમિયાન ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ છે. હાલમાં મન્કીપોક્સનું સંક્રમણ ધરાવતા દેશનો પ્રવાસ કરનારા આ યુવા પુરુષ દર્દીને આઇસોલેશન સુવિધા ધરાવતા વિશેષ વોર્ડમાં રાખવામાં આવ્યા છે. દર્દીની સ્થિતિ સ્થિર છે.
મંત્રાલયે જણાવ્યું કે, હાલમાં દેશનાં નાગરિકો માટે કોઈ વ્યાપક સંક્રમણનાં જોખમનો સંકેત નથી અને રોગનો ફેલાવો અટકાવવા તમામ તૈયારી પૂર્ણ કરવામાં આવી છે.
Site Admin | સપ્ટેમ્બર 10, 2024 9:00 એ એમ (AM) | કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય