કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે તમામ કેન્દ્રીય સરકારી હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓને દિક્ષાંત સમારોહ માટે નવો ડ્રેસ કોડ તૈયાર કરવા જણાવ્યું છે.
મંત્રાલયે આ સંદભે કેન્દ્ર સરકારની તમામ હોસ્પિટલો અને તબીબી શૈક્ષણિક સંસ્થાઓના વડાઓને પત્ર લખ્યો છે. મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ પરિવર્તન ભારતના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને સ્વીકારવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. મંત્રાલયે કહ્યું કે વિવિધ સંસ્થાઓ દીક્ષાંત સમારોહ દરમિયાન કાળા ઝભ્ભો અને ટોપીઓનો ઉપયોગ કરવાની પરંપરા યુરોપમાં મધ્ય યુગમાં શરૂ થઈ હતી મંત્રાલયે સંસ્થાઓને રાજ્યની સ્થાનિક પરંપરાઓના આધારે દીક્ષાંત સમારોહ માટે યોગ્ય ભારતીય ડ્રેસ કોડ તૈયાર કરવા નિર્દેશ આપ્યો છે.
Site Admin | ઓગસ્ટ 24, 2024 3:04 પી એમ(PM)
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ કેન્દ્રીય સરકારી હોસ્પિટલો અને તબીબી સંસ્થાઓને દિક્ષાંત સમારોહ માટે નવો ડ્રેસ કોડ તૈયાર કરવા જણાવ્યું
