કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ સરકારી હૉસ્પિટલ અને સંસ્થાનોના વડાઓને પત્ર લખી સુરક્ષા વધારવા કહ્યું છે. પત્રમાં મંત્રાલયે આવવા-જવાના દરવાજા તથા સંવેદનશીલ વિસ્તાર સહિત મુખ્ય સ્થાન પર પૂરતી સંખ્યામાં CCTV કેમેરા લગાવવા નિર્દેશ આપ્યા છે.
ઇમરજન્સી આપાત સ્થિતિમાં તાત્કાલિક પગલાં માટે એક નિયંત્રણ કક્ષ પણ બનાવવા મંત્રાલયે કહ્યું છે. વધુમાં યોગ્ય દેખરેખ માટે હૉસ્પિટલ પરિસરમાં દેખરેખ માટે પૂરતી સંખ્યામાં તાલીમબદ્ધ સુરક્ષાકર્મીઓને તહેનાત કરવા જણાવાયું છે.
તમામ હૉસ્પિટલને પરિસરમાં આરોગ્ય સેવાકર્મીઓ વિરુદ્ધ હિંસા રોકવા માટે રાજ્યોને સજાની જોગવાઈ કરવા પણ મંત્રાલયે જણાવ્યું છે. તેમ જ મંત્રાલયે જણાવ્યું, તબીબ, નર્સ અને વહીવટી કર્મચારી સહિત હૉસ્પિટલના તમામ કર્મચારીઓને જોખમને પહોંચી વળવા માટે તાલીમ આપવી જોઈએ. ઉપરાંત મંત્રાલયે વિવિધ પ્રકારની ઇમરજન્સી સ્થિતિઓને પહોંચી વળવા માટે વ્યાપક યોજના તૈયાર કરવાની પણ સલાહ આપી છે.
Site Admin | ઓગસ્ટ 20, 2024 2:34 પી એમ(PM) | કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય