કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે, ડોકટરો અને આરોગ્ય વ્યવસાયિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તમામ શક્ય પ્રયાસો કરવાની ખાતરી આપી છે.
મંત્રાલયે કહ્યું કે, આરોગ્ય વ્યવસાયિકોની સલામતી સુનિશ્ચિત કરવા પગલાં સૂચવવા માટે એક સમિતિની રચના કરવામાં આવશે. મંત્રાલયે કલકતાની આર.જી. કાર મેડિકલ કોલેજમાં મહિલા ડૉક્ટર પર કથિત સામૂહિક દુષ્કર્મ અને હત્યાના વિરોધમાં સુરક્ષાની માંગણી સાથે હડતાળ પર ઉતરેલા ડૉક્ટરોને કામ પર પાછા ફરવાની અપીલ કરી છે. ડેન્ગ્યુ અને મેલેરિયાના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને મંત્રાલયે, આંદોલનકારી ડોકટરોને જાહેર હિતમાં તેમના કામ પર પાછા ફરવા વિનંતી કરી છે.
Site Admin | ઓગસ્ટ 17, 2024 8:16 પી એમ(PM)