કેન્દ્રીય આંતર-મંત્રાલયની એક સમિતિ આજે આંધ્રપ્રદેશના કૃષ્ણા, એનટીઆર, ગુંટુર અને અન્ય પૂર પ્રભાવિત જિલ્લાઓની મુલાકાત લેશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના ડિઝાસ્ટર મેનેજમેન્ટના અધિક સચિવ સંજીવ કુમાર જિંદાલના નેતૃત્વમાં આ ટીમ પૂરને કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કરશે અને પીડિતો સાથે વાતચીત કરશે.
દરમિયાન આંધ્ર પ્રદેશમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં સહાય પૂરી પાડવા માટે-NDRF ની 26 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ટીમો કેન્દ્ર અને રાજ્યની એજન્સીઓ સાથે સંકલન કરીને રાહત અને બચાવ કામગીરીમાં કરી રહી છે. અત્યાર સુધીમાં NDRF એ 319 લોકોને બચાવ્યા છે અને લગભગ 12 હજાર લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકોને રાહત પુરવઠો અને તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
Site Admin | સપ્ટેમ્બર 5, 2024 11:09 એ એમ (AM) | #aakahvani #aakashvaninews | #AndhraPradeshFloods