કેન્દ્રીયમંત્રી નિમુ બહેન બાંભણિયાએ ભાવનગર સ્થિત ક્રેસટ સર્કલ ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે તેમણે શ્રમ દાન કર્યું તેમજ લોકોને સ્થાનિક દુકાનોમાંથી વધુમાં વધુ ખાદીની ખરીદી કરવા અપલી કરી હતી.
કૃષિમંત્રી રાઘવજી પટેલ, સાંસદ પુરુષોત્તમ રુપાલા, મેયર નયના બહેન પેઢ઼ડિયા સહિતના આગેવાનોએ રાજકોટના જ્યૂબિલી ચોક ખાતે મહાત્માગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. જે બાદ તેઓ મહાત્મા ગાંધી મ્યુઝિયમ સુધી પદયાત્રા કરી સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.
તાપીમાં રાજ્યકક્ષાના મંત્રી કુંવરજી હળપતિ સહિત વ્યારા, નિઝર બેઠકના ધારાસભ્યો સહિતના આગેવાનોની હાજરીમાં સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. જે અંતર્ગત ઉપસ્થિત આગેવાનોએ ‘એક પેડ મા કે નામ’ અંતર્ગત વૃક્ષારોપણ કરી, બસ સ્ટેશનના પ્રાંગણમાં સફાઈ કરી હતી.
શિક્ષણમંત્રી ડૉ. કુબેર ડીંડોરે મહિસાગર જિલ્લાના લુણાવાડા ખાતે સ્વચ્છ ભારત દિવસ ઉજવણી પ્રસંગે ભાગ લીધો હતો. આ પ્રસંગે તેમણે શ્રમદાન કરી સ્થાનિક લોકો તેમજ દુકાનદારોને સ્વચ્છતા રાખવા અપીલ કરી હતી.
સુરેન્દ્રનગરના અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે જિલ્લામાં ગાંધી જયંતિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
કેન્દ્રશાસિત પ્રદેશ દમણ ખાતે બીચ સાફાઈ અભિયાન હાથ ધરાયું હતું. પ્રશાસક પ્રફુલભાઈ પટેલના વડપણમાં સરકારી કર્મચારીઓ તેમજ વિદ્યાર્થીઓએ શ્રમદાન કર્યું હતું