કેન્દ્ર સરકારે આંગણવાડી કેન્દ્રોના બધા જ કર્મચારીઓને આયુષ્યમાન ભારત યોજના હેઠળ આવરી લેવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રિય મહિલા અને બાળવિકાસ મંત્રી અન્નપુર્ણા દેવીએ આજે રાંચીમાં રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રીય પોષણ માહના સમાપન સમારંભમાં આ મુજબ જણાવ્યું હતું.તેમણે કહ્યું કે, વિકસિત ભારતનું લક્ષ્ય તંદુરસ્ત અને અધિકારસંપન્ન મહિલાઓ અને બાળકો થકી શક્ય છે. આ પ્રસંગે કેન્દ્રિય મંત્રી અન્નપૂર્ણા દેવી અને ઝારખંડના રાજયપાલ સંતોષકુમાર ગંગવારે સમગ્ર દેશમાં 11 હજાર સક્ષમ આંગણવાડી કેન્દ્રોનો વિડિયો કોન્ફરન્સીંગ માધ્યમથી આરંભ કરાવ્યો હતો. કેન્દ્રિયમંત્રીએ જણાવ્યું કે, પોષણમાહની ઉજવણી દરમિયાન, ટેકનોલોજી આધારીત શિક્ષણની સાથે સાથે કુપોષણ દૂર કરવા પોષણક્ષમ આહાર આપવાની બાબતને કેન્દ્રમાં રાખવામાં આવ્યા હતા. તેમણે વધુમાં જણાવ્યું કે, કેન્દ્ર સરકારે મહિલા અને બાળવિકાસની વિવિધ યોજનાઓ માટે આ વખતના બજેટમાં 3 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
Site Admin | સપ્ટેમ્બર 30, 2024 5:28 પી એમ(PM)
કેન્દ્રિય મહિલા અને બાળવિકાસ મંત્રી અન્નપુર્ણા દેવીએ આજે રાંચીમાં રાષ્ટ્રવ્યાપી રાષ્ટ્રીય પોષણ માહના સમાપન સમારંભમાં ભાગ લીધો
